પૃષ્ઠ ભૂમિ | ભાષા પર્યાય | ડાઉનલોડ | સામાન્ય પ્રશ્ન | Help Manual | સંપર્ક કરો (નવો ટોલ ફ્રી નંબર) | Site Map
 
Font Download
 
સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો
મારે મારી ભાષામાં સૉફ્ટવેર સાધનો અને તકનીકો જોઈએ છે પરંતુ તે www.ildc.in. શોધી શકાયેલ નથી.
વેબસાઇટ પરથી સૉફ્ટવેર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ પ્રશ્ન માટેનો ઉકેલ શો છે?
મારા મશીનમાં સૉફ્ટવેર દાખલ કરી શકાતા નથી. મારી પાસે સીડી છે?
મેં સીડી મેળવવા માટે મારી વિગતો વેબસાઇટ પર નોંધાવેલ છે પરંતુ હજુ સુધી મને સીડી મળેલ નથી. આ માટે શું કારણ હોઈ શકે?
સીડી વિના મૂલ્યે ઉપલબ્ધ છે કે મારે તેને ઓનલાઇન અથવા ઓફલાઇન ખરીદવા માટે કોઈ કિંમત ચૂકવવાની છે?
જો મારે સીડીમાં ઉપલબ્ધ સૉફ્ટવેર દાખલ કરવા માટે કોઈ તકનીકી સહાયની જરૂર હોય તો મારે શું કરવું?
વેબસાઇટ ઉપર નોંધણી થઈ શકતી નથી. તો હવે મારે શું કરવું જોઈએ?
મારી પાસે વિન્ડોઝ અને લિનક્સ સિવાયની ઓપરેટિંગ સિસ્ટમ છે. શું આ સૉફ્ટવેર તેમાં પણ કાર્યરત થશે?
અન્ય ભાષાઓ માટે હું અલગ વિગતોની યાદી જોઈ શકું છું. જો હું તે સૉફ્ટવેર / ઉપયોગિતા જે મારી ભાષામાં ઉપલબ્ધ નથી તે મેળવવા હોય તો તે માટે શું કરવું?
ભારતીય ઑપનઑફિસ શું છે? સામાન્ય માણસ માટે તે કેવી રીતે ઉપયોગી છે?
ફાયરફોક્સ શું છે?
થંડરબર્ડ શું છે?
પિડગિન શું છે?
સનબર્ડ કેલેન્ડર રૂપરેખા શું છે?
સ્ક્રિબસ શું છે?
કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું?
મેં ઇચ્છિત ભાષાના બટન પર ક્લિક કરી અને મેનુ / વિગતો ક્લિક કરેલ ભાષામાં ખુલે છે. પરંતુ હું તે ભાષા શીખવાની ઇચ્છા ધરાવું છું, તો સાધનો / તકનીકની માહિતી મેળવવા મારે શું કરવું.
હું એક ભાષાશાસ્ત્રી છું અને અનુવાદક તરીકે કાર્ય કરું છું. હું ભાષા તકનીકી ક્ષેત્રે થતાં ડેવલોપમેન્ટથી માહિતગાર રહેવા માંગું છું.
શું ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) બધી ભાષા / સ્ક્રિપ્ટ માટે ઉપલબ્ધ છે?
હિન્દી સૉફ્ટવેરમાં ઉપલબ્ધ ટેક્સ ટુ સ્પિચ સાધન સારી રીતે કાર્ય કરે છે. શું બીજી ભાષાઓ માટે પણ તે ઉપલબ્ધ છે?
સૉફ્ટવેર વાપરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. હું ક્યાંથી સહાયતા મેળવી શકું તેમ છું?
વેબસાઇટ પરના લખાણ અંગેની કેટલીક ક્ષતિઓ મારા ધ્યાનમાં આવેલ છે. હું આ ક્ષતિઓ કેવી રીતે જણાવી શકું.
હું કેટલીક ફાઈલોને અંગ્રેજીમાંથી ભારતીય ભાષામાં અનુવાદ કરવા ઇચ્છું છું. તે માટેનો કોઈ સૉફ્ટવેર જોવા મળતો નથી?
શું હું ઉપલબ્ધ કરાવાયેલા સાધનો અને ફોન્ટનો મારા પ્રોડક્ટ ડેવલોપમેન્ટ માટે ઉપયોગ કરી શકું અને મારી પોતાની વ્યવસાયિક વેબસાઇટ બનાવી શકું?
અમે એક સંસ્થા ચલાવીએ છીએ અને અમે આ સૉફ્ટવેર સાધનોને અમારા દૈનિક ઑફિસ કાર્ય માટે વપરાશ કરવા માંગીએ છીએ. શું અમને તે માટેની તાલીમ મળી શકશે?
શું હું સીડીમાં ઉપલબ્ધ સૉફ્ટવેરની મદદથી મારી ભાષામાં ઈ-મેલ મોકલી શકીશ?
મેં વેબસાઇટ ઉપર નોંધણી કરાવેલ છે પરંતુ મારો પાસવર્ડ ભૂલાઈ ગયેલ છે?
હું ભારતની બહાર રહું છું. આ સીડી હું કેવી રીતે મેળવી શકું?
 
મારે મારી ભાષામાં સૉફ્ટવેર સાધનો અને તકનીકો જોઈએ છે પરંતુ તે www.ildc.in. શોધી શકાયેલ નથી.
જવાબ : ભારતીય બંધારણ પ્રમાણેની ૨૨ ભાષામાં સૉફ્ટવેર સાધનો અને ફોન્ટની સીડી પ્રકાશિત થયેલ છે. એકવખત www.ildc.in / www.ildc.gov.in પર મુલાકાત લઈને તમે તે કઈ કઈ ભાષા માટે ઉપલબ્ધ છે તેની માહિતી મેળવી શકો છો
 
વેબસાઇટ પરથી સૉફ્ટવેર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ પ્રશ્ન માટેનો ઉકેલ શો છે?
જવાબ : કેટલાક ઉપલબ્ધ કરાયેલા સાધનોનું કદ વધારે છે તેથી તે સલાહભર્યું છે કે તમારી પાસે સારું નેટવર્ક જોડાણ / બેન્ડવિડ્થ હોય. થોડી ધીરજ રાખો અથવા info@ildc.in પર તમારું પુરું પીનકોડ સાથેનું સરનામું મોકલી સીડી મેળવવા માટેની વિનંતી કરતો ઈ-મેલ કરો.
 
મારા મશીનમાં સૉફ્ટવેર દાખલ કરી શકાતા નથી. મારી પાસે સીડી છે?
જવાબ : મહેરબાની કરીને સીડી સાથે આપવામાં આવેલ મેન્યુલ ધ્યાનથી વાંચો. તેની સૉફ્ટ કોપી www.ildc.in / www.ildc.gov.in ની સાઇટ પર પણ ઉપલબ્ધ છે.
 
મેં સીડી મેળવવા માટે મારી વિગતો વેબસાઇટ પર નોંધાવેલ છે પરંતુ હજુ સુધી મને સીડી મળેલ નથી. આ માટે શું કારણ હોઈ શકે?
જવાબ : મહેરબાની કરીને ચકાસો કે તમે યોગ્ય સરનામું પીનકોડ સાથે જણાવેલ છે કે નહીં. સામાન્યત: સીડી મેળવવા માટેની મળેલી દરખાસ્તના સાત દિવસની અંદર જ સીડી મોકલી આપવામાં આવે છે. જે તે સ્થળે લગભગ ૮-૧૦ દિવસમાં ટપાલ દ્વારા સીડી મળી જાય છે. જો આ કારણોસર તમે સીડી ના મેળવી શક્યા હોય તો, તમે તમારું વિગતવાર સરનામું પીનકોડ સાથે info@ildc.in. પર મેલ કરો.
 
સીડી વિના મૂલ્યે ઉપલબ્ધ છે કે મારે તેને ઓનલાઇન અથવા ઓફલાઇન ખરીદવા માટે કોઈ કિંમત ચૂકવવાની છે?
જવાબ : સાઇટ ઉપર ઉપલબ્ધ બધા સૉફ્ટવેર સાધનો અને ફોન્ટ વિના મૂલ્યે ઉપલબ્ધ છે સીડી મોકલવા અંગેનો ખર્ચ પણ તેમાં સમાવાયેલો છે.
 
જો મારે સીડીમાં ઉપલબ્ધ સૉફ્ટવેર દાખલ કરવા માટે કોઈ તકનીકી સહાયની જરૂર હોય તો મારે શું કરવું?
જવાબ : સૉફ્ટવેર દાખલ કરતાં પહેલાં તેની સાથે આપવામાં આવેલ મેન્યુઅલને ધ્યાનપૂર્વક વાંચો. મેન્યુઅલની સૉફ્ટ કોપી સાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. વધારે મદદ માટે અમને info@ildc.in પર મેલ કરો.
 
વેબસાઇટ ઉપર નોંધણી થઈ શકતી નથી. તો હવે મારે શું કરવું જોઈએ?
જવાબ : તમે જે સાઇટ ઉપરથી નોંધણી કરાવી રહ્યા હોવ તેની URL અને જે ક્ષતિ સંદેશો મળી રહ્યો છે તેને info@ildc.in ઉપર મેલ કરો. આ ઉપરાંત નોંધણી કરાવવા માટે તમે જે જે પગલાં લીધા તે પણ જણાવો, આ અમને જો નોંધણી પૃષ્ઠ ઉપર કોઈ ક્ષતિ હશે તો તેને ઉકેલવા માટે મદદરૂપ થશે.
 
મારી પાસે વિન્ડોઝ અને લિનક્સ સિવાયની ઓપરેટિંગ સિસ્ટમ છે. શું આ સૉફ્ટવેર તેમાં પણ કાર્યરત થશે?
જવાબ : સીડીમાં ઉપલબ્ધ સાધનો વિન્ડોઝ / લિનક્સમાં કાર્ય કરશે. તેમ છતાં, તે ઓપરેટિંગ સિસ્ટમના બધા વર્ઝનમાં કાર્ય નહિ કરે. મહેરબાની કરીને સાધનો દાખલ કરતાં પહેલાં તેની મેન્યુઅલ બરાબર ચકાસો.
 
અન્ય ભાષાઓ માટે હું અલગ વિગતોની યાદી જોઈ શકું છું. જો હું તે સૉફ્ટવેર / ઉપયોગિતા જે મારી ભાષામાં ઉપલબ્ધ નથી તે મેળવવા હોય તો તે માટે શું કરવું?
જવાબ : અમે લોકોએ બધી ભાષા માટે સમાન વિગતો અને સાધનોને સમાવવાનો પ્રયત્ન કરેલ છે, તેમ છતાં શક્ય છે કે કોઈ એક ભાષામાં ઉપલબ્ધ સાધન અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ ના હોય. દરેક ભાષા માટે ઉપલબ્ધ સાધનોની યાદી અલગથી બનાવવામાં આવેલ છે.
 
ભારતીય ઑપનઑફિસ શું છે? સામાન્ય માણસ માટે તે કેવી રીતે ઉપયોગી છે?
જવાબ : ભારતીયઓઓ મુખ્યત્વે વર્ડ પ્રોસેસર રૂપરેખા (રાઇટર), સ્પ્રેડશીટ રૂપરેખા (કેલ્ક), રજૂઆત રૂપરેખા (ઇમ્પ્રેસ), ચિત્રકામ રૂપરેખા (ડ્રો) સમાવે છે. તે ઑપન ઑફિસનું પ્રસ્થાપિત રૂપ છે જેમાં તેના બધા મેનુ, સ્ટેટસ બાર, ક્ષતિ સંદેશો, વપરાશકર્તા પ્રોમ્પટ વગેરેનું ભારતીય ભાષાઓમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. દરેક ભારતીયઓઓ રૂપરેખામાં મદદ મેનુ આપવામાં આવેલ છે, જે ભારતીય ભાષામાં દર્શાવાયેલ છે અને જેની મદદથી રૂપરેખાના વિવિધ સાધનો અને આદેશોનો સરળતાથી અમલ કરી શકાય
 
ફાયરફોક્સ શું છે?
જવાબ : મોઝિલા દ્વારા બનાવવામાં આવેલ ફાયરફોક્સ વિન્ડોઝ, લિનક્સ અને મેક ઓએસ એક્સ માટેનું ઓપનસોર્સનું એક વિના મૂલ્યે ઉપલબ્ધ વેબ બ્રાઉઝર છે. તમે ફાયરફોક્સના વેબ પૃષ્ઠ પરથી તેનું અદ્યતન વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. ફાયરફોક્સનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
 
થંડરબર્ડ શું છે?
જવાબ : થંડરબર્ડ એ વિના મૂલ્યે ઉપલબ્ધ એવા પ્રકારનું ઓપનસોર્સ અને ક્લાસ-પ્લેટફૉર્મ મેલ ક્લાયન્ટ છે જે સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ જેવીકે વિન્ડોઝ, લિનક્સ અને મેકેનટોશને સમાવે છે પરંતુ તે તેના પૂરતું મર્યાદિત નથી. તે મોઝિલા કોડબેઝ પર આધારિત છે. તેના હરીફ ક્લાયન્ટ આઉટલુક એક્સપ્રેસની જેમ તે વપરાશ કર્તા માટે સરળ અને નિખાલસ છે, પરંતુ તેમાં કેટલાક મહત્ત્વના લાભો જેવાકે, જંક મેલ ક્લાસીફિકેશન આપવામાં આવેલ છે. થંડરબર્ડનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
 
પિડગિન શું છે?
જવાબ : પિડગિન એ હજારો વપરાશકર્તાઓ દ્વારા વપરાતું એક સરળ અને વિના મૂલ્યે ઉપલબ્ધ એક ચેટ ક્લાયન્ટ છે. તમે એક સાથે AIM, MSN, Yahoo અને બીજા ચેટ નેટવર્ક સાથે જોડાઈ શકો છો. ભારતીય ભાષામાં પિડગિનનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
 
સનબર્ડ કેલેન્ડર રૂપરેખા શું છે?
જવાબ : મોઝિલા ટુલકિટ પર આધારિત મોઝિલા સનબર્ડએ ક્રોસ-પ્લેટફૉર્મ કેલેન્ડર રૂપરેખા છે. તેનો મુખ્ય હેતુ વપરાશકર્તાને એવી કેલેન્ડર રૂપરેખા પૂરી પાડવાનો છે કે જેમાં કેલેન્ડરની સંપૂર્ણ લાક્ષણિકતાઓ આવેલી હોય અને વપરાશકર્તા સરળતાથી વિશ્વના કોઈ પણ ખૂણેથી તેનો ઉપયોગ કરી શકે. તે એક સ્વતંત્ર રૂપરેખા છે જે ચલાવવા માટે બીજી કોઈ રૂપરેખાની જરૂર પડતી નથી અને બીજા કાર્યક્ર્મોમાં તે સંગઠિત થશે નહિ. ભારતીય ભાષામાં સનબર્ડનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
 
સ્ક્રિબસ શું છે?
જવાબ : સ્ક્રિબસ એ એક ઓપન-સોર્સ પ્રોગામ છે જે Linux/Unix, MacOS X, OS/2 અને વિન્ડોઝ ડેસ્કટોપ માટે "પ્રેસ-રેડી" આઉટપુટ અને પૃષ્ઠ માટેના નવા અભિગમોનું વ્યવસાયિક રૂપનું એવું જોડાણ છે કે જે એક પુરસ્કાર જીતી શકાય તેવું પેજ લેઆઉટ આપે છે. આધુનિક અને વપરાશકર્તા માટે સરળ પદ્ધતિવાળું, સ્ક્રિબસ વ્યવસાયિક રીતે પ્રકાશિત લાક્ષણિકતાઓ જેવી કે, CMYK રંગો, વિભાગીકરણ, ICC રંગ મેનેજમેન્ટ અને સર્વતોમુખી PDF બનાવામાં સહાય કરે છે. ભારતીય ભાષામાં સ્ક્રિબસનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં આપવામાં આવેલ છે.
 
કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું?
જવાબ : કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એ એક સામાન્ય, લંબાવી શકાય તેવું, ઈ-કોમ્યુનિટીના ફ્રેમવર્ક પર આધારિત પ્રોસેસ-ડ્રિવન સૉફ્ટવેર છે જે કોમ્યુનિટી ઇન્ફોર્મેશન સિસ્ટમ (CIS) અથવા સોશ્યલ ઇન્ફોર્મેશન સિસ્ટમ (SIS) વિકસાવવા પર કામ કરે છે. તે ઈ-કોમ્યુનિટીના સભ્યો વચ્ચે નવી માહિતી બનાવવા, વાપરવા અને તેની વહેંચણી કરવાનું પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. CMSનું ભારતીય ભાષાનું લોકલાઇઝ વર્ઝન દરેક ભાષાની સીડીમાં ઉપલબ્ધ છે.
 
મેં ઇચ્છિત ભાષાના બટન પર ક્લિક કરી અને મેનુ / વિગતો ક્લિક કરેલ ભાષામાં ખુલે છે. પરંતુ હું તે ભાષા શીખવાની ઇચ્છા ધરાવું છું, તો સાધનો / તકનીકની માહિતી મેળવવા મારે શું કરવું.
જવાબ : દરેક સાધનની ટુલ ટીપ અંગ્રેજીમાં આપવામાં આવેલ છે, તેમ છતાં અમે તમને ભાષાની સીડી મેળવવા માટે અમને તમારા પૂરા સરનામા કે જેમાં પીનકોડનો સમાવેશ થયેલ હોય તેનો info@ildc.in પર ઈ-મેલ કરવાની સલાહ આપીએ છીએ.
 
હું એક ભાષાશાસ્ત્રી છું અને અનુવાદક તરીકે કાર્ય કરું છું. હું ભાષા તકનીકી ક્ષેત્રે થતાં ડેવલોપમેન્ટથી માહિતગાર રહેવા માંગું છું.
જવાબ : તાજેતરમાં થયેલા ડેવલોપમેન્ટની વિગતો તમે www.cdac.in/gist પરથી મેળવી શકો છો.
 
શું ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) બધી ભાષા / સ્ક્રિપ્ટ માટે ઉપલબ્ધ છે?
જવાબ : હાલમાં OCR થોડી ભાષાઓ જેવી કે હિન્દી, મરાઠી, મલયાલમ અને પંજાબી માટે ઉપલબ્ધ છે. મહેરબાની કરીને જે તે ભાષામાં ઉપલબ્ધ કરાયેલ સાધનોની યાદી ચકાસો.
 
હિન્દી સૉફ્ટવેરમાં ઉપલબ્ધ ટેક્સ ટુ સ્પિચ સાધન સારી રીતે કાર્ય કરે છે. શું બીજી ભાષાઓ માટે પણ તે ઉપલબ્ધ છે?
જવાબ : હાલમાં TTS એ ફક્ત હિન્દી ભાષા માટે ઉપલબ્ધ છે. તેમછતાં મહેરબાની કરીને દરેક ભાષા માટે ઉપલબ્ધ કરાયેલ સાધનોની યાદી ચકાસો.
 
સૉફ્ટવેર વાપરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. હું ક્યાંથી સહાયતા મેળવી શકું તેમ છું?
જવાબ : તમારે ઉપલબ્ધ કરાવાયેલ મેન્યુઅલ પ્રમાણે જવાની જરૂર છે. તેમ છતાં પણ જો મુશ્કેલી ઉદ્ભવે તો તમે info@ildc.in પર તે અંગેનો મેલ કરી શકો છો. અમે તે હલ કરવા માટેનો શક્ય પ્રયાસ કરીશું.
 
વેબસાઇટ પરના લખાણ અંગેની કેટલીક ક્ષતિઓ મારા ધ્યાનમાં આવેલ છે. હું આ ક્ષતિઓ કેવી રીતે જણાવી શકું.
જવાબ : સ્વાભાવિક રીતે રૂપાંતરણ વ્યકિતલક્ષી હોવાથી અમે તેની ચોક્સાઈની ૧૦૦% ખાતરી આપતા નથી. જો તમે ક્ષતિ અંગેની વિગતવાર માહિતી અમને info@ildc.in પર મેલ કરીને જણાવી શકો તો અમે આપના આભારી રહીશું.
 
હું કેટલીક ફાઈલોને અંગ્રેજીમાંથી ભારતીય ભાષામાં અનુવાદ કરવા ઇચ્છું છું. તે માટેનો કોઈ સૉફ્ટવેર જોવા મળતો નથી?
જવાબ : ઉપલબ્ધ કરાવાયેલ ભાષા સીડી મશીન રૂપાંતરણ સિસ્ટમ ધરાવતી નથી.
 
શું હું ઉપલબ્ધ કરાવાયેલા સાધનો અને ફોન્ટનો મારા પ્રોડક્ટ ડેવલોપમેન્ટ માટે ઉપયોગ કરી શકું અને મારી પોતાની વ્યવસાયિક વેબસાઇટ બનાવી શકું?
જવાબ : બધા સૉફ્ટવેર સાધનો અને ફોન્ટ બિન-વ્યવસાયિક હેતુ માટે ઉપલબ્ધ કરાવાયેલા છે.
 
અમે એક સંસ્થા ચલાવીએ છીએ અને અમે આ સૉફ્ટવેર સાધનોને અમારા દૈનિક ઑફિસ કાર્ય માટે વપરાશ કરવા માંગીએ છીએ. શું અમને તે માટેની તાલીમ મળી શકશે?
જવાબ : બધા સૉફ્ટવેર સાધનો અને ફોન્ટ બિન-વ્યવસાયિક હેતુ માટે ઉપલબ્ધ કરાવાયેલા છે. તાલીમ વિનંતી કદાચ અલગથી મોકલવામાં આવશે.
 
શું હું સીડીમાં ઉપલબ્ધ સૉફ્ટવેરની મદદથી મારી ભાષામાં ઈ-મેલ મોકલી શકીશ?
જવાબ : જો તમારું ઈ-મેલ ક્લાયન્ટ યુનિકોડ સહાય ધરાવતું હોય તો તમે તમારી ભાષામાં ઈ-મેલ મોકલાવી શકો છો. તમે યુનિકોડ ટાઇપિંગ સાધનની મદદથી તમારો સંદેશો ટાઇપ કરી શકો છો.
 
મેં વેબસાઇટ ઉપર નોંધણી કરાવેલ છે પરંતુ મારો પાસવર્ડ ભૂલાઈ ગયેલ છે?
જવાબ : ભૂલાઈ ગયેલ પાસવર્ડ પૃષ્ઠની મુલાકાત લો અને અમારી સાથે નોંધણી કરાવતી વખતે દાખલ કરેલ વપરાશકર્તા આઇડી અને ઈમેલ આઇડી નાખો. તમારા ઈમેલ આઇડી પર તમારો પાસવર્ડ મેલ કરવામાં આવશે.
 
હું ભારતની બહાર રહું છું. આ સીડી હું કેવી રીતે મેળવી શકું?
જવાબ : હા, અમે ભારતની બહાર પણ સીડી મોકલાવીએ છીએ.